આ યુવકે મોંઘીદાટ BMW કાર ધક્કો મારી નદીમાં ફેંકી દીધી, કારણ જાણી આંખો પહોળી થઈ જશે  

હરિયાણાના યમુનાનગરથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. એક યુવકે પોતાની મોંઘી બીએમડબલ્યુ કાર ફક્ત એટલા માટે નદીમાં ફેકી દીધી કારણ કે તેના પિતા તેને જગુઆર કંપનીની કાર લઈ આપવાની ના પાડતા હતાં. જો કે કલાકોની મથામણ બાદ પોલીસે કાર બહાર કાઢી લીધી છે. 
આ યુવકે મોંઘીદાટ BMW કાર ધક્કો મારી નદીમાં ફેંકી દીધી, કારણ જાણી આંખો પહોળી થઈ જશે  

યમુનાનગર: હરિયાણાના યમુનાનગરથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. એક યુવકે પોતાની મોંઘી બીએમડબલ્યુ કાર ફક્ત એટલા માટે નદીમાં ફેકી દીધી કારણ કે તેના પિતા તેને જગુઆર કંપનીની કાર લઈ આપવાની ના પાડતા હતાં. જો કે કલાકોની મથામણ બાદ પોલીસે કાર બહાર કાઢી લીધી છે. 

મળતી માહિતી મુજબ યમુનાનગરના મુકારામપુરના રહીશ યુવકે પિતા સાથે રકઝક થયા  બાદ પોતાની BMW કાર નદીમાં નાખી દીધી હતી. ગામના કેટલાક લોકોએ BMW કાર નદીમાં ડૂબકા ખાતા જોઈને પોલીસને જાણ કરી હતી. 

— ANI (@ANI) August 10, 2019

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કલાકો સુધી મથામણ કર્યા બાદ ક્રેનની મદદથી આ કારને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ પણ પોલીસની ખુબ મદદ કરી હતી. 

પોલીસના જણાવ્યા મુજબ પરિવાર કહે છે કે 'તે માનસિક રીતે અસ્વસ્થ છે. યુવકે પિતા પાસે જગુઆર કંપનીની કાર અપાવવાની માગણી કરી હહતી. તેનું માનવું હતું કે BMW કાર તેના માટે નાની છે. જો કે પિતાએ જગુઆર કાર અપાવવાની ના પાડી દીધી હતી આથી ગુસ્સામાં તેણે આવું કર્યું છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news